ભ્રમ તારા હોવાનો

 

વર્ષો પછી આજે…

એ જ આનંદ થયો 

એ જ ખુશી થઇ

એ જ લાગણી અનુભવી  

એ જ લગન જાગી

એ જ એહસાસ  થયો

જોતી જ રહી ગઈ

ખોવાઈ તારામાં

થંભી ગયું સમસ્ત ને

થંભી ગયો શ્વાસ પણ

ને અચાનક

સ્વપ્ન તૂટી ગયું,

રડી પડી આંખો ચોધાર આંસુએ

ત્યારે જાણ્યું

કે તારા હોવાનો એહસાસ

એ તો માત્ર ભ્રમ હતો…