મેં નિહાળ્યું છે
મુક્ત ગગનમાં ઉડતું પંખી,
પાણીમાં રમતું મીન,
ને વનમાં વિહરતું પ્રાણી,
સૌ કુદરતના બાળ
સૌ કુદરતને ખોળે આનંદિત!!!
પણ હું…
હું માનવ બાળ
મારી ઉપર કેટલો પહેરો
હું કાળમીંઢ પથ્થરની વચ્ચે,
મને રમવું કુદરતને ખોળે,
પણ રમતું ઘરને ખૂણે
મારું મન બારીમાંથી ડોકિયા કરતું
મન કહે ક્યારેક તો તૂટશે બંધન
ક્યારેક તો ઉડીશ
મુક્ત ગગને
ક્યારેક…
આખરે હું માનવ
પણ
કુદરતનું જ બાળ ને…
આ કવિતા વાંચીને ઘણા વિચારો આવ્યા – હકારાત્મક અને નકારાત્મક, તુલનાત્મક અને છતાં તુલના ન કરી શકાય એવા.
પક્ષીને જોઈને માનવે વિમાન બનાવ્યા, માછલીને જોઈને સ્ટીમર અને સબમરીન બનાવ્યા. પક્ષીની જેમ ઉડવા માટે અવકાશી કુદકા યે લગાવે છે. પાણીમાં યે ઝડપથી ચાલી શકે અને સ્કીયીંગ થઈ શકે તેવા સાધનો બનાવ્યાં. શું ખરેખર માનવ મુક્ત થયો ખરો?
શરીર પોતે જ એક મર્યાદા કે બંધન નથી? શરીરની સરખામણીએ મન કેટલું બધું સ્વૈર વિહારી છે. આ મન ની અજબ ગજબની શક્તિ હજુ માનવે ક્યાં થોડી ઘણીએ પીછાણી છે?
હજુ ઘણું લખવું છે પણ ક્યારેક પછી – અત્યારે તો જમવાનો બેલ વાગી ચૂક્યો છે 🙂
ઓકે 🙂
પણ… જે મળ્યું છે એમાં જ સંતોષ રાખીએ તો? 🙂
આપણે સંતોષ ની વાત કરીએ છે પણ આપણું અવળચંડુ મન ક્યાં સુધી સંતોષ રાખે છે?
મારા મત પ્રમાણે જ્યાં સુધી આપણને કઈ પણ પ્રાપ્ત કરવાની તક નથી મળતી ત્યાં સુધી જ આપણે સંતોષ રાખી શકીએ છે.
realy nice
ek nana balak ni samvedna mast rite prgat kari che ape…
પીનાકિનજી,
બ્લોગની મુલાકાત બદલ આભાર.
અને મારી કવિતા ગમી તે બદલ ધન્યવાદ 🙂
માનવસહજ મનની અભિવ્યક્તિને સુંદર તર્ક સાથે વ્યક્ત કરી શકાઇ છે પ્રસ્તુત રચનામાં….
ગમ્યું.
આભાર આપનો…
awesome as usual…. kon roke che tamne…??? 🙂
viharta, vicharta..kyank to malisu… swapna ne aambta kyan to malisu… bandhan sarir ne che… mujh aatma ne kyan..??… ke tujh parmatma ne kyan… ???
thanx for encouraging comments, bhargav.
આખરે હું માનવ
પણ
કુદરતનું જ બાળ ને…
sundar kaavya…thanks,
thank you
very good expression
Lata
Thanx Lataji.