હું માનવ પણ..

 

 

મેં નિહાળ્યું છે

મુક્ત ગગનમાં ઉડતું પંખી,

પાણીમાં રમતું મીન,

ને વનમાં વિહરતું  પ્રાણી,

સૌ કુદરતના બાળ

સૌ કુદરતને ખોળે આનંદિત!!!

પણ હું…

હું  માનવ બાળ

મારી ઉપર કેટલો પહેરો

હું કાળમીંઢ પથ્થરની વચ્ચે,

મને રમવું કુદરતને ખોળે,

પણ રમતું ઘરને ખૂણે

મારું મન બારીમાંથી ડોકિયા કરતું

મન કહે ક્યારેક તો તૂટશે બંધન

ક્યારેક તો ઉડીશ

મુક્ત ગગને

ક્યારેક…

આખરે હું માનવ

 પણ

કુદરતનું જ બાળ ને…