સમય


 

જરા અમથી વાત …

આ બ્લોગ પર એક પોસ્ટ વાંચી સમય નથી????

તેની ઉપર વિચારતા થોડા શબ્દો ગોઠવાઈ ગયા.

આ શબ્દોને કવિતામાં ઢાળવાનો પ્રયાસ… 

 

હે માનવ,

સમયનું નહિ ભાન તને

વ્યર્થ સમય ને વેડફતો

ને વળી ફરિયાદ કરતો

સમય નથી !!!

હે માનવ,

તું સમયને પકડવા મથતો,

કિન્તુ

એ તો હર પળ સરકતો,

એ તો હંમેશ દોડતો,

એ કોઈ માટે ન રોકાતો,

એ તો એની મોજ માં રહેતો,

એ તો એની ધૂન માં ગાતો ફરતો

હે માનવ,

ફરિયાદ ન કર

તું ચાલ સમયની સાથ

તો

સમય ચાલશે તારી સાથ

17 thoughts on “સમય

  1. લડકપન ખેલ મેં ખોયા – અભ્યાસ ન કર્યો – સમયની સાથે ન ચાલ્યા
    જવાની નિંદભર સોયા – પુરુષાર્થ ન કર્યો – સમયની સાથે ન ચાલ્યા
    બુઢાપા દેખકર રોયા – વાસ્તવિકતાને સ્વીકારી નહિં, શ્રેયમાં મન ન લગાવ્યું – સમયની સાથે ન ચાલ્યાં
    શું હાથમાં આવ્યું? – કશું જ નહીં – બે ખાલી હાથ છોડીને ચાલ્યા ગયાં.

    બાળપણ – અભ્યાસ
    યુવાની – પુરુષાર્થ
    વાનપ્રસ્થાશ્રમ – ડહાપણ વધાર્યું – સમાજ ઉપયોગી કાર્ય કર્યા
    સંન્યાસ – અથવા તો શ્રેયની પ્રાપ્તી માટે પુરુષાર્થ

    સમયની સાથે ચાલ્યાં – મૃત્યું સમયે હસતા હસતા ચાલ્યાં ગયાં

    જબ તું આયો જગમે, જગ હસે તું રોય
    ઐસી કરની કર ચલો, તુ હસે જગ રોય

    ————-

    આપના કાવ્યની દૃષ્ટિએ ’તું ચાલ સમયની સાથે સમય તારી સાથે ચાલશે’ આ વાત પણ સાચી છે. અલબત્ત સમય એક જટિલ પરીમાણ છે અને દરેક વખતે તેની સાથે તાલ મેળવી શકાતો નથી તેમ છતાં સહુ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ.

  2. તું ચાલ સમયની સાથ

    તો

    સમય ચાલશે તારી સાથ

    ખૂબ સ રસ

    ત્રણેય અવસ્થા એક સાથે પોતાનામાં સમાવીને જીવે છે એવી વ્યક્તિ સમય સાથે સહજતાથી ઉત્કૃષ્ટ

    વ્યવહાર કરી શકે છે.બાળક, યુવાન અને વૃદ્ધ ત્રણેય ઉમ્મરનાં મિત્રો એ વ્યક્તિને હોય છે. જીવનની આ

    ત્રણેય અવસ્થા અકબંધ રાખી ભગવાનને અર્પણ કરીએ ત્યારે જીવનની સાર્થકતા

    સિદ્ધ થાય છે.

  3. ભરત ચૌહાણ

    સમય કેવી ગજબની સંતાકૂકડી રમે છે,
    સૌને દોડાવી-હંફાવી પોતે શાંતિથી ભમે છે.

    ચાલવું પડશે મારી સાથે એવું સૌને કહે છે,
    રહીએ પાછળ તો સંગાથે કયાં કોઈ રહે છે.

    સારો ખરાબ એકવાર સોનો સમય આવે છે,
    હિંમત ન હારે એજ વ્યકિત અહીં તો ફાવે છે.

    સમય વીતી ગયા પછી રોદણાં સૌ રોવે છે,
    સમય એને શાંતિથી હાથે કરીને ધોવે છે.

    ઓ-કાન્હા,સમયને કાંડે બાંધી મહેનત જે કરે છે,
    સમય તેને છોડીને ભાગતો નથી, સંગાથે દોડે છે.

    http://okanha.wordpress.com/2011/03/16/સમય/

  4. readsetu

    પ્રીતિ, છેલ્લા ઘણા સમયથી હું કવિતાની દિશાથી ફંટાઇ ગઇ હતી.
    હવે ફરી એ તરફ..
    હમણાં તો મારાં સામયિકોમાં પ્રકાશિત થયેલાં જૂનાં કાવ્યો મુકીશ.
    દર શનિવારે એક કવિતા અને રવિવારે વાર્તા….
    પ્રતિભાવની રાહ જોઇશ.
    આભાર.
    લતા જ. હિરાણી

Leave a reply to readsetu જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.