આ બ્લોગ પર એક પોસ્ટ વાંચી સમય નથી????
તેની ઉપર વિચારતા થોડા શબ્દો ગોઠવાઈ ગયા.
આ શબ્દોને કવિતામાં ઢાળવાનો પ્રયાસ…
હે માનવ,
સમયનું નહિ ભાન તને
વ્યર્થ સમય ને વેડફતો
ને વળી ફરિયાદ કરતો
સમય નથી !!!
હે માનવ,
તું સમયને પકડવા મથતો,
કિન્તુ
એ તો હર પળ સરકતો,
એ તો હંમેશ દોડતો,
એ કોઈ માટે ન રોકાતો,
એ તો એની મોજ માં રહેતો,
એ તો એની ધૂન માં ગાતો ફરતો
હે માનવ,
ફરિયાદ ન કર
તું ચાલ સમયની સાથ
તો
સમય ચાલશે તારી સાથ