હું ક્યાં?


 

એક સવારે ચાલી નીકળી,

મને શોધવાને હું,

મને શોધી મેં

જીવનની વ્યસ્તતામાં,

ઘર, ઓફીસ ને ફાઈલો ની દુનિયામાં,

સવાર થી સાંજની દોડમાં,

થાકી ગઈ, ક્યાંય ન હતી હું,

હું તો હતી…

પરોઢના આછા ઉજાસમાં,

રાત્રીના અંધકારમાં,

બાળકના સ્મિતમાં,

ફૂલોની વચ્ચે,

પંખીની સાથે ઉડતી,

પવન સાથે વાત કરતી,

મોજાઓ સાથે લહેરાતી,

પછી

ક્યાંથી મળું હું?

 

 

16 thoughts on “હું ક્યાં?

   1. શા માટે જરુરી છે તે આપણે પંચકોશની મદદથી સમજવાની કોશીશ કરીએ. આપણું અસ્તિત્વ પાંચ કોશોથી બનેલું છે.

    ૧. અન્નમય કોશ – સ્થુળ શરીર – જે અન્નથી બને છે – અન્ન મેળવવા માટે વાસ્તવિક જગતમાં રહેવું પડે. પશુ, પક્ષી વગેરેને પણ અન્ન મેળવવા મહેનત કરવી પડે.

    ૨. પ્રાણમય કોશ – જે વધારે સુક્ષ્મ છે. જેમાં બધી કામનાઓ રહે છે – શરીરની નસ નાડીઓમાં રક્ત પહોંચાડવાનું – શરીરને વ્યવસ્થિત અને ધબકતું રાખવાનું કાર્ય કરે છે. પ્રાણાયામ કરવાથી શાંતી મળે છે તેનું કારણ તે છે કે થોડો વખત માટે શુદ્ધ ઓક્સીજન મળે છે – બીન જરૂરી કામનાઓનો નીકાલ થાય છે.

    ૩. મનોમય કોશ – આ કોશમાં મન મુખ્ય છે – જે વિચારો અને સંકલ્પ – વિકલ્પનું બનેલું છે. વધારે સુક્ષ્મ છે અને વધારે જટીલ છે.

    ૪. વિજ્ઞાનમય કોશ : જેમાં બુદ્ધિ પ્રધાન છે – જે નિર્ણય લેવાનું કાર્ય કરે છે.

    ૫. આનંદમય કોશ – જેમાં માત્ર કારણ શરીર અથવા તો અધિષ્ઠાનરુપે મુળ અજ્ઞાન અથવા તો માયા રહે છે. ત્યાં અજ્ઞાન હોય છે પણ તે આનંદરુપ હોય છે તેથી તેની પાર જવાની ઈચ્છા નથી થતી. સુષુપ્તિ અથવા તો ગાઢ નિંદ્રાના સમયે વ્યક્તિ આનંદમય કોશમાં પહોંચી જાય છે.

    ૬. સમાધિ અથવા તો કોશાતિત અવસ્થામાં સર્વ બંધનોથી મુક્ત પોતાનું સ્વરુપ અનુભવાય છે – જે યોગીઓ સતત ધ્યાનના અભ્યાસથી પ્રાપ્ત કરે છે અને જ્ઞાનીઓ ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા પ્રાપ્ત કરે છે.

    થોડોક વિષય અઘરો લાગે કે ઉપરથી જાય તો ચિંતા ન કરવી – કારણકે મનગમતો વિષય ચર્ચવાની ક્યારેક મળતી તકને હું જવા દેવા નથી ઇચ્છતો 🙂

 1. readsetu

  ચાલ તને મારી એક કવિતા મોકલું… હમણાં તો કવિતા નથી લખાતી પણ મૂળે હુંયે કવિતાનો જ જીવ છું લતા

  હું એટલે ……..

  સાવ કોરો કાગળ જોઇએ મારે
  ને એમાં મારું સ્થાન, મારી દિશા
  હું જ નક્કી કરું
  લીટીઓ દોરી આપે કોઇ મારા રસ્તાની
  એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
  મારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનું
  એટલું જ ઉતરવાનું કે ચડવાનું
  મને મંજુર નથી
  એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
  માનવી પણ જુઓને !!
  એક એક અક્ષર નોખો
  એક એક માનવી અનોખો
  પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
  ઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
  હું એટલે મારામાં વહેતું ઝરણું
  મારામાં ઉગતું તરણું
  ને એમાંથી પ્રકટતા શબ્દો
  ….
  લતા હિરાણી
  અખંડ આનંદ જુલાઇ 2004 (મુંબઇ સમાચારમાં નલિની માડગાંવકર અને જન્મભુમિમાં મહેશભાઇએ આ કવિતા પર લખ્યું હતું.)
  …………………………………………………………………………………..

 2. readsetu

  યસ અને આ કવિતાની છેલ્લી બે લાઇન કાઢી નાખ તો સારું. કવિતા ત્યાં જ પૂરી થઇ જાય છે, “ક્યાંથી મળું હું ?” બહુ જ સરસ કવિતા
  લતા

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.