હું ક્યાં?

 

એક સવારે ચાલી નીકળી,

મને શોધવાને હું,

મને શોધી મેં

જીવનની વ્યસ્તતામાં,

ઘર, ઓફીસ ને ફાઈલો ની દુનિયામાં,

સવાર થી સાંજની દોડમાં,

થાકી ગઈ, ક્યાંય ન હતી હું,

હું તો હતી…

પરોઢના આછા ઉજાસમાં,

રાત્રીના અંધકારમાં,

બાળકના સ્મિતમાં,

ફૂલોની વચ્ચે,

પંખીની સાથે ઉડતી,

પવન સાથે વાત કરતી,

મોજાઓ સાથે લહેરાતી,

પછી

ક્યાંથી મળું હું?