મારે તને કંઈક કહેવું છે…
તું સાંભળીશ ને!
હું ઝંખું છું તને
તારા સ્મિત ને
કેવો અદભૂત હશે એ અહેસાસ
જયારે એકબીજાને પ્રથમ સ્પર્શ હશે
એકબીજાને જોયા કરીશું ટગર ટગર
જયારે આપણી આંખો મળશે
સમજીશ તને હું
અને મને સમજશે તું
આપણી વચ્ચે હશે
માત્ર પ્રેમ, વ્હાલ ને લાગણીઓ
તારી હુંફ ને
તને પામીને સંપૂર્ણ થવાને
રાહ જોઉં છું તારી
અધુરી છું તારા વિના
તું સાંભળે છે ને
મારી અંદર રહેલા
મારા અંશ…