ઉઠવાનું શું લેશો ?


 

લેખક : અશોક દવે

 

 …. પછી તો હાલત એવી હતી કે ઝૂ ના વાઘ-દીપડા આજુબાજુના પાંજરાઓમાં એકબીજાની સામે કોઈ ચોક્કસ લાલચથી જોતા હોય, એમ અમે એકબીજાની સામે જોઇ લેતા કે, ‘‘આ લોકો ઉઠશે ક્યારે ?’’ અમારા જ ઘરમાં અમે બંધનાવસ્થામાં આવી ગયા હતા. ઘેર ચોંટેલા મેહમાનોમાંથી કોઇ ઉખડવાનું નામ નહોતું લેતું. એ લોકો કવ્વાલીના પ્રોગ્રામમાં આવ્યા હોય, એવા ટેસથી આડા પલાંઠા વાળીને જામી ગયા હતા. બહુ ઓછાને ખબર હશે કે, ‘આડો પલાંઠો’ બહુ લાંબી રેસનો ઘોડો ગણાય છે. એ જેણે વાળ્યો, એ બહુ લાંબુ બેસવાનો હોય. મુજરાઓ-કવ્વાલીઓ, કવિ-સંમેલનો અને બેસણાઓમાં આવા આડા પલાંઠાઓ બહુ ચાલે છે. ફક્ત ‘બેસણાઓ’માં આ આડા પલાંઠાઓ ‘વન્સ-મૉર’ નથી માંગતા….!! એક તબક્કે મને પસ્તાવો થયો કે, આ લોકોને ડિનરને બદલે બેસણાં-ઉઠમણા માટે બોલાવ્યા હોત તો સસ્તામાં પતત… બહુ બેસે તો નહિ. શ્રઘ્ધાંજલિ ‘‘પતાવીને’’ હાથ જોડીને ઊભા થઇ જાય.

અફ કૉર્સ, આ લોકોને જામેલા જોયા પછી, અમે એવી હબક ખાઇ ગયા કે, આમને તો બેસણાં-ઉઠમણાંમાં ય બોલાવાય નહિ. મરનાર કાકો હાર પહેરાવેલા ફોટામાં ય કંટાળી જાય, ત્યાં સુધી આ પૂછે રાખે, ‘‘ઍક્ચ્યૂઅલી…..કાકાને થયું’તું શું….? આમ અચાનક જ…??’’

****

આગળ વાંચવા અહી ક્લિક કરો.

4 thoughts on “ઉઠવાનું શું લેશો ?

  1. સિક્સર પહેલાં વાચી – ત્યાં કોમેન્ટ આપવાની સગવડ નથી તેથી અહીં લખું છું. આખો લેખ પછી વાંચીશ – સીક્સર જોરદાર છે 🙂

    પછી એટલે વાંચીશ કારણકે અત્યારે હજુ હાથની એક્સરસાઈઝ કરવા જવાનું છે. અરે ભાઈ, ખભામાં ક્રેક પડી હતી ને? હસવું આવે એવો ફોટો નહોતો જોયો? તો હવે અસહ્ય દુ:ખાવો થાય તેવી કસરત કરવી પડે છે. ભુપેન્દ્રસિંહજી અને પૂર્વીબહેન યાદ આવી ગયાં – તમને ઈતિહાસ કદાચ ન ખબર હોય.

    ચાલો ત્યારે હવે મારા દુ:ખડા સહન કરવા – આઈ મીન કસરત કરવા જાઉ છું.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.