ઉઠવાનું શું લેશો ?

 

લેખક : અશોક દવે

 

 …. પછી તો હાલત એવી હતી કે ઝૂ ના વાઘ-દીપડા આજુબાજુના પાંજરાઓમાં એકબીજાની સામે કોઈ ચોક્કસ લાલચથી જોતા હોય, એમ અમે એકબીજાની સામે જોઇ લેતા કે, ‘‘આ લોકો ઉઠશે ક્યારે ?’’ અમારા જ ઘરમાં અમે બંધનાવસ્થામાં આવી ગયા હતા. ઘેર ચોંટેલા મેહમાનોમાંથી કોઇ ઉખડવાનું નામ નહોતું લેતું. એ લોકો કવ્વાલીના પ્રોગ્રામમાં આવ્યા હોય, એવા ટેસથી આડા પલાંઠા વાળીને જામી ગયા હતા. બહુ ઓછાને ખબર હશે કે, ‘આડો પલાંઠો’ બહુ લાંબી રેસનો ઘોડો ગણાય છે. એ જેણે વાળ્યો, એ બહુ લાંબુ બેસવાનો હોય. મુજરાઓ-કવ્વાલીઓ, કવિ-સંમેલનો અને બેસણાઓમાં આવા આડા પલાંઠાઓ બહુ ચાલે છે. ફક્ત ‘બેસણાઓ’માં આ આડા પલાંઠાઓ ‘વન્સ-મૉર’ નથી માંગતા….!! એક તબક્કે મને પસ્તાવો થયો કે, આ લોકોને ડિનરને બદલે બેસણાં-ઉઠમણા માટે બોલાવ્યા હોત તો સસ્તામાં પતત… બહુ બેસે તો નહિ. શ્રઘ્ધાંજલિ ‘‘પતાવીને’’ હાથ જોડીને ઊભા થઇ જાય.

અફ કૉર્સ, આ લોકોને જામેલા જોયા પછી, અમે એવી હબક ખાઇ ગયા કે, આમને તો બેસણાં-ઉઠમણાંમાં ય બોલાવાય નહિ. મરનાર કાકો હાર પહેરાવેલા ફોટામાં ય કંટાળી જાય, ત્યાં સુધી આ પૂછે રાખે, ‘‘ઍક્ચ્યૂઅલી…..કાકાને થયું’તું શું….? આમ અચાનક જ…??’’

****

આગળ વાંચવા અહી ક્લિક કરો.