લંડન અને પેરીસ ના વેક્સ મ્યુઝીયમ થી સૌ કોઈ પરિચિત છે. મીણ માંથી આબેહુબ વ્યક્તિ જેવા દેખાતા સુંદર સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવે છે.
આવા જ મીણના સ્ટેચ્યુનું મ્યુઝીયમ મહારાષ્ટ્રના કોલ્હાપુર જીલ્લાના કારવીર તાલુકાના કનેરી ગામમાં આવેલું છે. જેનું નામ છે સિદ્ધગીરી મ્યુઝીયમ. શ્રી ક્ષેત્ર સિદ્ધગીરી મઠ, કનેરી ખાતે આ મ્યુઝીયમ છે. કદાચ ભારતમાં આ પ્રકારનું એકમાત્ર મ્યુઝીયમ છે. શ્રી ક્ષેત્ર સિદ્ધગીરી મઠનો ઈતિહાસ લગભગ ૧૦૦૦ વર્ષ જુનો છે. જ્યાં ભગવાન મહાદેવ બિરાજે છે. ત્યાનું વાતાવરણ અત્યંત શાંત, આહલાદક અને રમણીય છે.
મહાત્મા ગાંધીનું સ્વપ્ન કે “આદર્શ ગામ કેવું હોવું જોઈએ” તેના પ્રતીકરૂપે શ્રી ક્ષેત્ર સિદ્ધગીરી મઠના ૨૭માં મઠાધિપતિ શ્રી અદૃશ્ય કદ્સીદ્ધેશ્વર સ્વામીજીના પ્રયત્નો દ્વારા આ મ્યુઝીયમ અસ્તિત્વમાં આવ્યું છે.
આ મ્યુઝીયમ લગભગ ૭ એકરમાં ફેલાયેલ છે. તેમાં ૮૦ જેટલા દ્રશ્યો ઉભા કરવામાં આવેલ છે. તે માટે લગભગ ૩૦૦ જેટલા સ્ટેચ્યુ નો ઉપયોગ કરવામાં આવેલ છે.
ગ્રામ્ય જીવનને તાદ્રશ્ય કરતુ આ મ્યુઝીયમ એકવાર જોઈ આવવા જેવું ખરું.
અહી આ મ્યુઝીયમ ના કેટલાક નમુના રજુ કર્યા છે.
અરે વાહ તમારી સાથે (એટલે તમારા બ્લોગના માધ્યમથી) તો સમગ્ર ભારત દર્શન અને વિદેશયાત્રા યે કરવાની મજા આવે તેવું છે 🙂
🙂
ખેતરનું દ્રષ્ય દુરથી એકદમ વાસ્તવીક લાગે છે, બહુ સરસ મ્યુઝીયમ છે.
Very nice collection and photography…!
I wish to know how to upload this kind of slide show…?
my email id: vishaljethava87@gmail.com
thanks.
thanks.
http://en.support.wordpress.com/slideshows/
આપેલ લિંક પર ક્લિક કરવાથી તમે સ્લાઈડ શો કેવી રીતે બનાવવો તેની જાણકારી મેળવી શકશો.
વાહ વાહ