રેતના અદ્ભુત શિલ્પ


 

આપણે જયારે નાના હતા ત્યારે માટીમાંથી નાના રમકડાં બનાવતા હતા. ક્યારેક વળી કોઈ નું મકાન ચણાવાનું હોય ત્યારે ઘર આગળ રેતીનો ઢગલો થઇ જતો હતો, ત્યારે તો નાના ભૂલકાઓને મજા જ પડી જાય. રેતીમાં બેસીને રેતીના મકાનો બનાવતા, ઈંટ ને ગોઠવીને પણ મકાનો બનાવતા હતા. આજે હવે આપણે આ જ કાર્ય કરીએ તો કેવા લાગીએ. રસ્તે આવતા જતા સૌને હસવાનો મોકો મળી જાય, અથવા તો કોઈ આપણને પાગલમાં જ ખપાવી દે. વગર જોઈતું બિરુદ મળી જાય.

પણ ના, અહી હસવાની વાત નથી. આવા જ રેતીથી બનતા શિલ્પની વાત અહી કરવાની છે. જેને જોવા માટે ભારતીયો તો ઠીક પણ વિદેશી નાગરીકો પણ આવે છે. અને હા, જો આ શિલ્પ કેવી રીતે બને છે તે શીખવું હોય તો તેની માટે વર્ગો પણ હાજર છે. જાણવું છે એ ક્યાં છે? તો એનો જવાબ છે ઓરિસ્સા.

ઓરિસ્સા, ભારતનું એક રાજ્ય. ઓરિસ્સાના દરિયા કિનારા પર આવા શિલ્પ જોવા મળે છે. આ શિલ્પોની પાછળ એક રસપ્રદ વાત છે.

ઓરિસ્સાના કવિ શ્રી બલરામ દાસ ભગવાન જગન્નાથના મહાન ભક્ત હતા. એકવાર રથયાત્રાના સમયે તેઓ ભગવાન જગન્નાથ ના દર્શનાર્થે તેમના રથ પર ચડવા માંગતા હતા. પરંતુ તેમ કરતા તેમને રોકવામાં આવ્યા અને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું. ત્યારે તેઓ આમ અપમાનિત થઈને જગન્નાથપુરીના દરિયા કિનારે જે મહોદધિ તરીકે ઓળખાય છે ત્યાં ગયા અને ત્યાંની રેતમાંથી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા ના શિલ્પો તૈયાર કર્યા. ત્યારબાદ તેમણે ત્યાજ પૂજા અર્ચના કરવાનું શરુ કર્યું. તેમની ભક્તિથી પ્રભાવિત થઇને ભગવાન રથ છોડીને બલરામ દાસની પાસે આવ્યા હતા.

 જોકે આ વાતનો કોઈ મજબુત આધાર માં જોવા મળતો નથી. પરંતુ કહેવાય છે કે આ શિલ્પ બનાવવાની કળા ત્યારથી ચાલી આવે છે. ઇતિહાસમાં બલરામ દાસનો  સમય ૧૪ મી સદી ગણાય છે. પુરીની આ કળા લગભગ ૭૦૦ વર્ષ જૂની છે.

આવા શિલ્પ ખૂબી એ છે કે તે થોડા સમયમાં તૈયાર થાય છે. સરળતાથી તેનો નાશ પણ થઇ શકે છે. તેથી તેને શીખાવા માટેની ધગશ પણ લોકો માં જોવા મળે છે. ઓરિસ્સાની આ કળા માત્ર ભારતમાં જ નહિ પણ વિદેશ માં વખણાય છે. આ કારણે આ કળાનું આંતરરાષ્ટ્રીય ધોરણે પણ નામ થયું છે.

આ કળાના શિલ્પી તરીકે, સુદર્શન પટનાયક આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે. તેમના કેટલાક શિલ્પના નમુના અહી રજુ કર્યા છે.

This slideshow requires JavaScript.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.