સપનાનું ઘર હોય તો કેવું હોય?
જરા વિચારો…….
બેડરૂમ છે, ડ્રોઈંગ રૂમ છે, મસ્ત પેસેજ છે. સાથે નાનો બગીચો છે. બગીચામાં બેઠા બેઠા મસ્ત ચા ની ચુસ્કીઓ લેતા હોય. મસ્ત મજાનો દરિયા કિનારો છે, તમારો પોતાનો પ્રાઇવેટ બીચ છે. જયારે મન થાય ત્યારે પાણીમાં ધુબાકા લગાવો અને થઇ જાઓ ફ્રેશ…..આગળ વિચારવાનું કામ તમારું.
આ બધું જ સાથે મળી જાય તો!!!
હા, એ વાત અલગ છે કે આ બધું સાથે મેળવવા માટે આપણે જરૂર ખાલી થઇ જવું પડે.
અહી ૯ જેટલા ઘર છે, તમને જે પસંદ આવે તો લઇ લો.
ના લેવાય તો કઈ નહિ, સપના માં આવા ઘરમાં રહેવાના થોડા જ ખિસ્સા ખાલી કરવા પડે છે?
બિન્દાસ રહી આવવાનું, મજા કરી લેવાની.
🙂 🙂 🙂
સીદીભાઈને સીદકા વહાલા તેવી રીતે મને તો મારું મધુવન વહાલું. મારે તો એક્કે ઘર નથી જોઈતું.
જે કોઈ દાસને બિન્દાસ રહેવું હોય તે ભલે રહે – આ આતમરાજા તો હવે બ્રહ્માંડને પોતાનું ઘર માને છે તેથી હવે તે કોઈ આવા નાનકડાં ઘરમાં નહિં રહે 🙂
પ્રેરણાત્મક લેખો માણવા માટે મારા બ્લોગની મુલાકાત લેવા આપને આમંત્રણ છે
સરનામુ
http://ajvaduu.wordpress.com/
આભાર
ઘર ગમ્યા…
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
-નિરંજન ભગત
પિયુનીજી,
સુંદર કવિતા.
🙂
આભાર.