અટવાયો માણસ

 

જીવનની ઘટમાળ વચ્ચે અથડાતો

અટવાયો માણસ

સુખ ને દુઃખની વચ્ચે ધક્કા ખાતો

અટવાયો માણસ

ખરચા ને બચતની વચ્ચે ઝોલા ખાતો

અટવાયો માણસ

નસીબને દોષ દેતો, સહન કરતો

અટવાયો માણસ

સવાર પડે દોડતો, સાંજ પડે થાકતો

અટવાયો માણસ

સગાં, સ્નેહી,  વડીલ વચ્ચે રોજ કૂટાતો

અટવાયો માણસ

સમયની લહેરો વચ્ચે આમતેમ ફંગોળાતો

અટવાયો માણસ

ચાર દિવસની જીંદગીમાં, ચાર જુગ જીવતો

અટવાયો માણસ

કંટાળી ક્યારેક,  વળી ત્રસ્ત થઇ, અંતની રાહ જોતો

અટવાયો માણસ

કેમેય કરી ના છૂટી શકતો

અટવાયો માણસ