હાસ્ય પુસ્તક વાંચવાના ફાયદા


લેખક : અશોક દવે

 

પૈસા ખર્ચીને પુસ્તક વાંચવું એટલે રેસ્ટરાંમાં પેપર-નેપકીનના ય પૈસા ચૂકવીને આવવા જેવી વાત થઈ. આપણે ત્યાં પુસ્તકની કિંમત ગમે તે રાખો, લોકોને મન એનું મૂલ્ય પેપર-નેપકીનથી વઘુ નથી. જો કે, પુસ્તકથી નાક લૂછી શકાતું નથી. એટલો ગેરલાભે ય ખરો. પૈસા ખર્ચીને પુસ્તક વાંચવું મને ફાવ્યું નથી એવું કરીએ તો પછી લોકો મૂર્ખા કહે છે. હું તો મફતમાં માંગીને ય કોઈ પુસ્તક વાંચતો નથી. ટૂંકમાં, કોઈ પુસ્તક વાંચવું મને રાસ આવ્યું નથી. મેં લખેલા પુસ્તકો હું કોઈને ભેટ આપતો નથી. જેને જેને આપવાની ભૂલ કરી છે, એમાંના એકે આજ સુધી પોતાનો સાચો કે ખોટો અભિપ્રાય આપ્યો નથી. સુરતમાં તો અજીતસિંહે  મારું પુરસ્કાર વિજેતા પુસ્તક ટેબલના ચાર પાયામાંથી એક નીચે ટેકા માટે રાખ્યું છે. એટલે મને ખબર પડી કે, ભેટ મોકલાવ્યું ત્યારથી એ મને, ‘દાદુ, પુસ્તક બહું મજબૂત બન્યું છે….!’ એવું કેમ કહેતા હતા. પુસ્તક મફતની કોઈ કિંમત હોતી નથી, એની વઘુ ખબર મારા સિવાય તો બીજાં કોને હોય ?… મારા જે શૉના હું ફ્રી-પાસ મોકલાવું છું, એ બધા શૉના બહુ વખાણ થાય છે…! યસ. હું લેખક છું, એ નર્યો અકસ્માત છે. મેં કોઈ સાધના કરી નથી, નથી સાહિત્યનો અભ્યાસ કર્યો કે નથી પુસ્તકો વાંચ્યા. આજ સુધી મેં ટોટલ ત્રણ પુસ્તકો વાંચ્યા છે, (મહાત્મા ગાંધીનું ‘સત્યના પ્રયોગો’, ઉષા શેઠનું ‘મૃત્યુ મરી ગયું’ અને ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’) અને એ ય કોઈએ ભેટમાં આપેલાં એટલે…  

***

આગળ વાંચવા લિંક પર ક્લિક કરો.

5 thoughts on “હાસ્ય પુસ્તક વાંચવાના ફાયદા

  1. ભલભલા નહિ વંચાતા અને વેચાતા લેખકોના પુસ્તકોની આબરૂ પુસ્તકમેળામાં બચી જાય છે. કારણ કે, ત્યાં જમાવટ ડિસકાઉન્ટની હોય છે. વાચકોને પાછી એ ખબર ન હોય કે, જેટલા ડિસકાઉન્ટથી જે લેખકનું પુસ્તક ખરીદ્યું હોય છે, એટલો પુરસ્કારે ય માંડ એ લેખકને પુસ્તક લખવાનો મળ્યો હોય છે… બાય યુ, બસ ?

    બસ. બસ. સારું થયું હજુ આગળ નથી વાંચવાનું નહિં તો હસી હસીને પેટ દુ:ખી જાત. પ્રીતિબહેન તમે પાછા હસવા ના માંડતા હો🙂

    • મેં હસવાની ના પાડી હતી – ઉદાસ થવાની તો હું ક્યારેય કોઈને મંજુરી નથી આપતો – હસવાની પણ છૂટ આપુ છું – હવે તો ખુશ ને?

      • હું તો હસી હસીને બેવડ વળી ગયેલ છું આ લેખ વાંચી ને.

        મને ગમતા ગીત ની બે લીટી :-

        હસતે હસતે કટ જાયે રસતે, ઝીંદગી યું હી ચાલતી રહે
        ખુશી મિલે ય ગમ બદલેંગે ના હમ દુનિયા ચાહે બદલાતી રહે

        માટે હસતા રહો, હસાવતા રહો.

      • હાશ ! હવે મારા જીવમાં જીવ આવ્યો – તમને તો ખબર છે ને કે ઉદાસ ચહેરો જોઈને હું ગમગીન થઈ જાઉ છું🙂

        અરે વાહ, આ ગીતના શબ્દો બહુ સરસ છે.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s