હાસ્ય પુસ્તક વાંચવાના ફાયદા

લેખક : અશોક દવે

 

પૈસા ખર્ચીને પુસ્તક વાંચવું એટલે રેસ્ટરાંમાં પેપર-નેપકીનના ય પૈસા ચૂકવીને આવવા જેવી વાત થઈ. આપણે ત્યાં પુસ્તકની કિંમત ગમે તે રાખો, લોકોને મન એનું મૂલ્ય પેપર-નેપકીનથી વઘુ નથી. જો કે, પુસ્તકથી નાક લૂછી શકાતું નથી. એટલો ગેરલાભે ય ખરો. પૈસા ખર્ચીને પુસ્તક વાંચવું મને ફાવ્યું નથી એવું કરીએ તો પછી લોકો મૂર્ખા કહે છે. હું તો મફતમાં માંગીને ય કોઈ પુસ્તક વાંચતો નથી. ટૂંકમાં, કોઈ પુસ્તક વાંચવું મને રાસ આવ્યું નથી. મેં લખેલા પુસ્તકો હું કોઈને ભેટ આપતો નથી. જેને જેને આપવાની ભૂલ કરી છે, એમાંના એકે આજ સુધી પોતાનો સાચો કે ખોટો અભિપ્રાય આપ્યો નથી. સુરતમાં તો અજીતસિંહે  મારું પુરસ્કાર વિજેતા પુસ્તક ટેબલના ચાર પાયામાંથી એક નીચે ટેકા માટે રાખ્યું છે. એટલે મને ખબર પડી કે, ભેટ મોકલાવ્યું ત્યારથી એ મને, ‘દાદુ, પુસ્તક બહું મજબૂત બન્યું છે….!’ એવું કેમ કહેતા હતા. પુસ્તક મફતની કોઈ કિંમત હોતી નથી, એની વઘુ ખબર મારા સિવાય તો બીજાં કોને હોય ?… મારા જે શૉના હું ફ્રી-પાસ મોકલાવું છું, એ બધા શૉના બહુ વખાણ થાય છે…! યસ. હું લેખક છું, એ નર્યો અકસ્માત છે. મેં કોઈ સાધના કરી નથી, નથી સાહિત્યનો અભ્યાસ કર્યો કે નથી પુસ્તકો વાંચ્યા. આજ સુધી મેં ટોટલ ત્રણ પુસ્તકો વાંચ્યા છે, (મહાત્મા ગાંધીનું ‘સત્યના પ્રયોગો’, ઉષા શેઠનું ‘મૃત્યુ મરી ગયું’ અને ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’) અને એ ય કોઈએ ભેટમાં આપેલાં એટલે…  

***

આગળ વાંચવા લિંક પર ક્લિક કરો.