ચાલો એકલા

 

 

ચાલો એકલા

સાથે આવે ન આવે કોઈ

ચાલો એકલા

રાહની મુશ્કિલને ગળે લગાવી

ચાલો એકલા

રાહના પત્થરને મિત્ર બનાવી

ચાલો એકલા

સચ્ચાઈ ને સાથી બનાવી

ચાલો એકલા

ચાલતા રહો એકલા

સમજી આવશે સાથે બધા

ચાલો એકલા  

(શ્રી અતુલભાઈની સુંદર પંક્તિઓ જોડતા)

સાથ મળે તો ધન્યતા

નહિ તો માણો એકલતા

ચાલો એકલા

આદિ ભલે એકલતા

અંત નથી શૂન્યતા

મંઝીલ પર સાથે બધા

ચાલો એકલા