હજી હમણાં જ……
એણે આ દુનિયા માં પ્રથમ શ્વાસ ભર્યો,
એણે આંખો ખોલી
એ મમ્મી-પપ્પાની આંગળી પકડીને ચાલી
એ ભઈલા ની જોડે સાયકલ માટે ઝગડી
એ પતંગિયાની પાછળ દોડી
એ સખીની જોડે સંતાકુકડી રમી
અને અચાનક…..
કોઈ આવ્યું….
ને
મમ્મી-પપ્પાની આંગળી છૂટી ગઈ,
ને
ચાલી નીકળી
એ “કોઈ” ની પાછળ
શું દીકરીની આટલી જ દોસ્તી?