મારા પપ્પા


લગભગ બે વર્ષ પહેલાની વાત છે.

ઘરનું લાઈટબીલ ભરવાનું હતું. રકમ હતી ૧૪૦૦  રૂપિયા. હંમેશની જેમ પપ્પા લાઈટબીલ ભરવા ગયા. ૫૦૦ રૂપિયાની એક એવી ૩ નોટ તેમેણે કેશિયર ને આપી. ૧૦૦ રૂપિયા પાછા લેવાના નીકળતા હતા. મારા પપ્પા ની પાછળ પણ હજી લાંબી લાઈન હતી. લંચ બ્રેક થવાની તૈયારી હતી. કેશિયરે જરૂરી કામ પતાવીને પપ્પા ને રૂપિયા પાછા આપ્યા.

પપ્પા ઘરે પાછા આવી ગયા. ગણતરી માંડી તો હિસાબમાં રકમ વધારે હતી.  પપ્પાએ આખો પ્રસંગ યાદ કર્યો તો એમને ખ્યાલ આવ્યો કે ભૂલથી  કેશિયરે ૧૦૦ ના બદલે ૫૦૦ ની નોટ પરત કરી હતી. પપ્પાને ખ્યાલ આવ્યો કે કેશિયરને પોતાના ખિસ્સામાંથી રૂપિયા ભરવા પડશે.

તેમણે આ વાત ઘરના બધાને જણાવી. (ઘરની વાત જણાવું તો બધા ને મમ્મી અને પપ્પાએ એવું શિક્ષણ આપ્યું છે કે જીવનના કોઈપણ સંજોગો માં ઈમાનદાર રહો. )

હવે એ સમય એવો હતો કે એક સાંધો ત્યાં તેર તૂટે. થોડીવાર માટે પપ્પા સિવાય ઘરમાં બધાના મન ડગી ગયા. લગભગ બધાનો એકસરખો પ્રતિભાવ, “રહેવા દો, નથી આપવા”.

પપ્પા એ બધાને સમજાવ્યા, ફરી ફરી ને સમજાવ્યા, છેવટે બધા જ પપ્પા ના પક્ષ માં થઇ ગયા. ફરી થી પપ્પા તે ઓફીસ માં ગયા. કેશિયરને પૂછ્યું કે “હિસાબ માં ભૂલ આવે છે?”  કેશિયર નો જવાબ : “તમને કેવી રીતે ખબર?” પછી પપ્પા એ કેશિયરને કહ્યું: “ભઈલા, તે મને ૧૦૦ ના બદલે ૫૦૦ પરત કર્યા હતા. તને તારા બાકીના પૈસા પરત કરવા આવ્યો છું.”

કેશિયર મારા પપ્પાની ઈમાનદારી જોઈ ને ગળગળો થઇ ગયો. એને ઓફીસના અન્ય કર્મચારીઓને પણ આ વાત કરી. બધાએ પપ્પાનો આભાર માન્યો.

પપ્પા ઘરે આવ્યા. ત્યારે એમના ચહેરા પર જે આનંદ હતો તે મને આજે પણ યાદ છે.

કંઈક સારું કર્યાનો આનંદ. કઈ ખોટું નઈ કર્યા નો આનંદ. બસ એક માત્ર સંતોષ. પપ્પાનો સંતોષ જોઇને બધા જ ઘરમાં આનંદિત થઇ ગયા.

ઘરના અન્ય વ્યક્તિઓ ડગી ગયા પણ પપ્પા તટસ્થ રહ્યા. ત્યારથી ઘરના સર્વે એ નક્કી કર્યું કોઈ ખોટો વિચાર મનમાં જ નહિ આવા દેવાનો.

આવા છે મારા પપ્પા. જેમને ક્યારેય કઈ ખોટું કર્યું જ નથી. અને અમને પણ કઈ ખોટું નથી કરવા દીધું. કદાચ કઈ ભૂલ થઇ હોય તો સમજાવીને એનો નિવેડો લાવ્યા છે.

આ એક સાવ સાચી ઘટના છે.

7 thoughts on “મારા પપ્પા

 1. Arvind Adalja

  મારી બેંકની નોકરીના સમયમાં મારાથી ઓછી કે વધારે રકમ સ્વીકારાય ગઈ હોય કે વધારે ચુકવાય ગઈ હોય ત્યારે અમારા કેટલાક ગ્રાહ્કોએ આવી જ પ્રમાણિકતા દાખવી છે અને જે મેં જાતે અનુભવી છે. આપના પપ્પાએ ખૂબ જ ઉમદા કાર્ય કરી પેલા કેશીયરને પોતાના ખિસ્સમાંથી રકમ ભરતો બચાવી લીધો તે બદલ ધન્યવાદ ! સાચું પૂછો તો બેંકનું કામકાજ અરસ પરસના વિશ્વાસ ઉપર જ ચાલે છે.

 2. મારા પપ્પા આખી જીંદગી પ્રમાણિકતા થી જીવન જીવ્યા છે. મને મારા આવા પિતા મેળવ્યા નું ગૌરવ છે. તેથી આજે તમારા બધા સાથે મેં મારા પપ્પા ની વાત રજુ કરી. તમારા બધા નો આભાર.

 3. Dinesh Pandya

  આવી પ્રમણિકતા પહેલા પણ ક્યરેક જ જોવા-જાણવા મળતી .
  આજે તો કલમાડી-રાજાના જમાનામાં આવું બને તે તો આપણા
  સહુ માટે ખુશીની વાત છે. પ્રમાણિકતા અને સચ્ચાઈ
  સાવ મરી પરવાર્યા નથી. આને જીવનની સાર્થકતા
  કહેવાય. તમને સહુને અભિનંદન અને આવી
  સારી હકીકત અહીં રજુ કરવા બદલ ધન્યવાદ.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.