લેખકનો ઇન્ટર્વ્યુ, ટીવી સ્ટાઇલ

લેખક :  અશોક દવે

 

મારે ટીવી ઉપર ચમકવાનું ખાસ બનતું નથી, એના બે કારણો છે. એક તો, મને કોઈ બોલાવતું નથી ને બીજું, ટીવી પર હું ઘણો હાસ્યાસ્પદ લાગું છું, એ વાતની ટીવીવાળાઓને ખબર નથી, પણ મને ખબર છે. રૂબરૂ મળો તો અફ કોર્સ, હું આટલો ‘ફની’ નથી લાગતો, એની ય મને ખબર છે.

પણ, ટીવી પર ફિલ્મ-સ્ટાર્સના ઇન્ટર્વ્યુઓ જોઈને એક વાતની મને ખાત્રી ચોક્કસ થઈ ગઈ છે કે, અમને લેખકોને ઇન્ટર્વ્યૂઓ આપતા જ આવડતું નથી. રદ્દીનો માલ તો અમે ય બધાંને પધરાવતા હોઈએ છીએ પણ વેચતા આવડતો નથી. ૠત્વિક રોશન, અમિષા પટેલ કે રોજ ઝભલાં પહેરતું પેલું ગોવિંદુ… આ બધા પોતાની આવી રહેલી ફાલતું ફિલ્મો માટે પણ કેવા સોલ્લિડ ઇન્ટર્વ્યૂઓ આપે છે, બાપ… ! માલ વેચાઈ જ જાય… !! મેં નક્કી કર્યું છે કે હવે હું પણ એ લોકોના નકશ-એ-કદમ પર ચાલીશ અને જે મરવાનો થયો હશે એ જ ટીવી નિર્માતા મારો ઇન્ટર્વ્યૂ લેવા આવશે. હું તો અમારા લેખકોને પણ સલાહ આપું છું કે, હવે ટીવી પર આવો ત્યારે આ રીતે ઇન્ટરવ્યુ આપજો. સ્ટુડિઓમાં જતાં પહેલાં આટલું હોમ વર્ક જરૂરી છે.

***

આગળ વાંચવા લિંક પર ક્લિક કરો.