ફેરવેલ કોમરે!…રેડ,મેડ,બેડ!


લેખક : જય વસાવડા

‘‘જો તમે વીસ વરસની ઉંમરે સામ્યવાદી હો, તો માની લેજો કે તમારી પાસે દિલ નથી, અને જો ત્રીસ વરસની ઉંમરે પણ તમે સામ્યવાદી હો-તો નક્કી તમારી પાસે દિમાગ નથી !’’
સામ્યવાદ ઉર્ફે કોમ્યુનિઝમ ઉપરનું આ ક્લાસિક ક્વૉટ જગમશહૂર છે. ટીનએજમાં, ગદ્ધાપચ્ચીસીની ઉંમરમાં છોકરા-છોકરીઓ સ્વપ્નિલ હોય છે. એમને હવાઓમાં ગીતો સંભળાય છે, એમની આંખોમાં સપનાઓ સંતાકૂકડી રમતા હોય છે. આવી ઇમોશનલ ઘુમ્મસમાં તરવાની ઉંમરે એમને ગરીબો, શોષિતો, વંચિતો, પીડિતોના હક માટે ક્રાંતિ કરવાની વાતો ખળભળાવી ન નાખે, તો જ નવાઈ ! જેમ દર ત્રીજી છોકરી ગર્લફ્રેન્ડ લાગે ને દર ચોથો છોકરો બોયફ્રેન્ડ લાગે એવી તરલ-ચંચલ ઉંમર હોય છે, લાગણીઓની ભરતી-ઑટની ! પણ પછી માણસના હોર્મોન્સ જરા સ્થિર થાય, એ મેચ્યોર બને. અનુભવે એની બુદ્ધિ ઘડાય. એ ખ્વાબોના બાદલમાંથી હકીકતની ધરતી પર પટકાય. ત્યારે એમને સમજાય કે આવી ડાહીડાહી વાતો તો માણસજાત હજારો વર્ષોથી કરતી આવી છે ! પણ જેમ જોડકણાનો વરસાદ કદી ઘેબરિયો પરસાદ ખાતો નથી, જેમ આકાશના તારા કદી ગજવે ભરાતા નથી-એમ સામ્યવાદથી ક્યારેય ગરીબી દૂર થતી નથી ! માટે થોડાક પુખ્ત, પરિપકવ, સમજદાર, શિક્ષિત, અનુભવી થયા પછી પણ જો તમે સામ્યવાદનું પૂંછડું પકડી રાખ્યું હોય તો તમારામાં અક્કલ નથી, એ નિશ્ચિત જાણવું !

આગળ વાંચવા અનાવૃત્ત પર ક્લિક કરો.

9 thoughts on “ફેરવેલ કોમરે!…રેડ,મેડ,બેડ!

 1. પ્રિન્ટીંગ મીસ્ટેક છે, ક્વોટ હકીકતે આવું છે,
  જો તમે વીસ વર્ષની ઉંમરે સામ્યવાદી ન હો, તો માની લેજો કે તમારી પાસે દિલ નથી, અને જો ત્રીસ વરસની ઉંમરે પણ તમે સામ્યવાદી હો-તો નક્કી તમારી પાસે દિમાગ નથી !’’

 2. સામ્યવાદીઓના આ ગઢને જમીનદોસ્ત કરનાર મમતાજીને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. ભલે મમતાજીની આડોડાઈને લીધે નેનો ગુજરાતમાં આવી (આમ તો વાત ફાયદાની છે) પણ સામ્યવાદીઓને ધોબી પછાડ આપીને તેઓ ખરેખરો જંગ જીત્યા છે.

  1. પ્રિય લતાજી,
   મેં પણ પહેલા આવું જ વિચાર્યું હતું પણ પછી મિત્રોના થોડાક Opinion લીધા પછી જાણવા મળ્યું કે બધાની ઘરે એક જ છાપું આવતું હોય છે, એટલે બીજા છાપામાં પ્રગટ થયેલો લેખ તેઓ વાંચી ના શકે.
   બીજું છાપાની અંદર વાંચવા કરતા આમાં સહેલાઈથી વાંચી શકાય છે, ઓફીસની અંદર પણ લોકો વાંચી શકે.
   ત્રીજું છાપાની અંદર લોકો પ્રતિભાવ નથી આપી શકતા જયારે અહીંયા દરેક લેખ પર લોકોના વિચારો જાણવા મળે છે.
   આ Opinion પછી મેં આવા લેખ મુકવાનું ચાલુ કર્યું છે.

   તમે છાપાની અંદર વાંચીને અહીંયા તમારા પ્રતિભાવો જણાવશો તો મને ખુબ જ આનંદ થશે.
   મુલાકાત બદલ ખુબ ખુબ આભાર.

 3. @લતાજી,

  🙂
  મને પણ પહેલા આ જ સવાલ થયેલો….પણ ફેર માત્ર એટલો જ કે મેં પુછ્યો નહીં 😉

  @પ્રીતિ,
  એ વાત સાચી કે બધાના ઘરે અલગ-અલગ ન્યુઝ-પેપર આવતા હોય અને આપણા બધા જ પ્રિય લેખકો એક જ પેપરમાં લખે એવું શક્ય પણ નથી ને.! 😉

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.