જલ્સા કર બાપુ જલ્સા કર !!!


મારા એક બહેનને એમના બોસનું બહુ ટેન્શન કે ક્યાંક રીપોર્ટમાં ભુલો કાઢશે તો વગેરે વગેરે… અને હોવું પણ જોઈએ હોં.
એટલે કાલે હું તેમનું ટેન્શન હળવું કરવાની કોશીષ કરતો તો એવામાં દેવાંગભાઈ પટેલનું આ ગીત અચાનક જ યાદ આવી ગયું. આ ગીત એવું છે જે સાંભળીને બે ઘડી ટેન્શન ઓછું થઈ જાય છે. અને જો સમજી જાવ તો તો પછી ક્યારેય ટેન્શનનો સવાલ જ નથી રહેતો.
તો આ ગીતના Lyrics મારા બહેન માટે અને તમારા માટે પણ.
અરે ભઈ, Pause કરી કરીને બહુ મહેનતથી લખ્યા છે , ન ગમે તો ખોટે ખોટે પણ Like ઉપર વજન આપશો તો કંઈ દુબળા નહી પડી જાવ. દર વખતે તો ભઈ કોપી-પેસ્ટ ના કરાય ને, પપ્પા ખીજાય 🙂

બાપુ તું બેસે દોડે સુવે જાગે જીવે મરે તેનાથી મને કોઈ ફર્ક નથી પડતો, પણ હું મારી ફરજ સમજીને તને કંઈક કરવા માટે કહું છું, તારે આવું કરવું હોય તો કર, નહી તો તેલ લેવા જા.

જીંદગી આ નાની છે પુરી વસુલ કર,
દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર,
થોડી ઘણી બુધ્ધી બાકી રહી હોય અગર,
આ સલાહ માન મારી વિચાર્યા વગર,
જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

પડોશીની બારી સામે ચીસો પાડી નાચ,
રમીને ક્રીકેટ એના તોડી નાખ કાચ,
એનું છાંપુ ખેંચી રોજ એની પહેલા વાંચ,
જો આનાકાની કરે તો દઈદે ગાળો પાંચ,
એની મોટી છોકરી જોડે ભટ્ક્યા કર,
પડોશી જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

રોજ ઊઠી બાપા જોડે બસ્સો રૂપીયા માંગ,
ના પાડે તો પાકીટમાંથી પૈસા ચોરી ભાગ,
ગુસ્સે થાય તો પિકચર જોવા આખી રાત જાગ,
બીડી એમની ફુંકી જજે જ્યારે મળે લાગ,
કહ્યું ના એમનું માન્યા કર,
બાપા જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

બૈરી જોડે રોજે રોજ કર તકરાર,
રોવે કકડે ના એની કર દરકાર,
વિના વાંકે ડાબા ગાલે ધ્રોલ ફટકાર,
સામી થવા જાય તો કાઢી મુક ઘર બાર,
એની સામે બીજી જોડે નખરા કર,
બૈરી જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

ચાલુ ક્લાસે ગીતો ગાઈ સિસોટી વગાડ,
ચોપડીઓમાં કરીશ્માના ફોટાઓ લગાડ,
ગમે તેવું ચીતરી સ્કુલની ભીંતોને બગાડ,
હેરાન કરી માસ્તરને ઉભી પુંછે ભગાડ,
પરીક્ષામાં પેપર કોરું છોડ્યા કર,
ભણતર જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

નોકરી માંથી ગુલ્લી મારી પીક્ચર જોવા જા,
ઓફીસમાં લેડી ટાઈપીસ્ટની સામે ગીતો ગા,
ઓફીસ ખર્ચે વારંવાર પીવા જજે ચા,
બોસ બોલે તો કહી દે ભઈ ડાહ્યો બહુ ના થા,
દર મહીને વીસ રજા પાડ્યા કર,
નોકરી જાય તેલ પીવા જલ્સા કર….

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

ખુબ પૈસા કમાઈને પણ ઈન્કમટેક્ષ ન ભર,
નકલી પાસપોર્ટ ઉપર આખી દુનિયામાં ફર,
ગેરકાયદે જમીન ઉપર બાંધ મોટું ઘર,
બેન્કોનું ગોટાળા કરી ઊઠમણું કર,
પકડાવાની બીકથી જરા ના ડર,
કાયદો જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

પૈસા પાછા આપ નહી માંગીને ઉધાર,
ખોટા ખર્ચા કરી રોજ દેવું ખુબ વધાર,
જે સામો મળે એને બાટલામાં ઉતાર,
ભલે લોકો કહે તને ગામનો ઉધાર,
લોકોના પૈસે લીલા લ્હેર કર,
આબરુ જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

શરીર વધે તો યે ખાવામાં રાખ ના કચાશ,
પેટ ભલે બગડે ખાજે ભજીયા પચાસ,
વા વાયુ થાય તો યે ખાજે તું ખટાશ,
શરદી ભલે હોય પીજે ઠંડા લસ્સી છાશ,
દારૂ પીને બીડીઓ ફુંક્યા કર,
તબીયત જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

ટ્રાફીક સીગ્નલ તોડી ગાડી બેફામ ભગાવ,
ઓવરટેક કરીને જોરથી બ્રેકો બહુ લગાવ,
ટક્કર મારી વચ્ચે આવતા વાહનો ફગાવ,
હોર્ન મારી મોડી રાત્રે લોકોને જગાવ,
રસ્તા વચ્ચે ગાડી પાર્ક કર્યા કર,
પોલીસ જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

ફેશન કરવા ગમે તેવા કાઢજે ગાંડા,
બર્મ્યુડા પહેરીને લટકતા રાખજે નાડા,
વાળ અડધા ઉભા અડધા રાખજે આડા,
રાત્રે ય પણ પહેરીને ફરજે ગોગલ્સ જાડા,
ના આવડે તોયે અંગ્રેજીમાં વાતો કર,
શરમ જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

મોટેથી પોકાર ભલે જોવે લોકો ચાર,
ચા કોફી પીતા પીતા સબડકા માર,
કાન ખંજવાળ નાખી પેન્સીલની ધાર,
ગંદુ નાક લુંછ હાથ વડે વારંવાર,
મોં કોઈ બગાડે એની પરવા ના કર,
મેનર્સ જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

બોમ્બ ફુટે ચારે બાજુ ને લોકો મરે,
સરકાર જોઈ રહીને કશું ના કરે,
દેશના ભોગે પ્રધાનો પોતાના પેટ ભરે,
ગરીબડી પ્રજાની વાતો કાને કોણ ધરે,
કંઈક કરવું જોઈએ એવો વિચાર ના કર,
દેશ જાય તેલ લેવા જલ્સા કર…

જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

આ બધી વાતોને ના કાને ધરતો,
મારું આ કહેલું પાછું જોજે કરતો,
માફ કરજે મને ને કરજે જતો,
હું તો ખાલી ગમ્મત ખાતર હસતો હતો,

તો ય જલ્સા કર બાપુ જલ્સા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…
લટકા કર બાપુ મટકા કર,
જાય બધા તેલ લેવા જલ્સા કર…

14 thoughts on “જલ્સા કર બાપુ જલ્સા કર !!!

 1. હિરેન,
  દોસ્ત કોપી પેસ્ટ ભલે કરી પરંતુ હાસ્ય-વિનોદ માટે સારી રચના છે, જો સાથે ઓડિયો મૂક્યો હોત તો વધુ સાંભળવાનો આંદ લઇ શકાત … પરંતુ દેવાંગભાઈ કહે છે તેમ કરાય ખરાં? !

  1. નમસ્તે અશોકભાઈ,
   અહીં ઓડીયો મુકું તો તમે કોઈ વાંચો નહી ને એટલે ના મુક્યો, મારી મહેનત પાણીમાં જાય. (જોયું ને ક્ક્કો હંમેશા આપણો જ સાચો રાખવાનો)

   તમને ઓડીયો યુ ટ્યુબ પર મળી જશે, ૮ મીનીટ ઉપરનો હોય તે ઓરીજીનલ. વાંચવા કરતા સાંભળવામાં ખરેખર વધારે મજા આવશે.

   આભાર 🙂

 2. દર વખતે તો શું ભાઈ, કોઇ વખત ન કરાય!
  આપણો બ્લોગ આપણી ઓળખ છે. માણસ જ એવું પ્રાણી છે જે વિચારી શકે છે.
  આ રચના કૉપી-પેસ્ટ કરવી હોય તો પણ ન થઈ શકત કારણ કે આ રચનાના શબ્દો નેટ પર છે જે નહીં (એમ ગૂગલ કહે છે)!

  1. “દર વખતે તો શું ભાઈ, કોઇ વખત ન કરાય!” — સાવ સાચી સલાહ, આભાર.

   જો કે હવે થોડા દિવસ પછી જો જો……!!!
   કદાચ ગુગલ પર ઢગલો એક જગ્યાએ આ ગીતના શબ્દો મળવા માંડશે !
   મને કૉપી-પેસ્ટ કરનારાઓ પર પુરો વિશ્વાસ છે 😉

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.