એક સીઘું સાદું ‘આઇ લવ યૂ’


લેખક : અશોક દવે

આના પહેલા ય મેં ‘આઇ લવ યૂ’ નામથી એક લેખ લખ્યો હતો. અઠવાડીયાના ત્રણ લેખો લખવાના હોવાથી સ્વાભાવિક છે, ક્યારેક ભૂલાઇ જાય કે, ગયા બુધવારે કયો હતો ? હું એક શૉપીંગ-મૉલમાં હકીની રાહ જોતો ઊભો હતો, ત્યાં એક પરિચિત મહિલા ખુશ થતા આવ્યા, ‘અશોકજી.. તમારો ગયા બુધવારનો લેખ બહુ ગમ્યો… ખૂબ સરસ હતો.’

હું એ લેખ જ ભૂલી ગયો હતો-સચ્ચી, એટલે મેં હું જેવો છું નહિ, એવા ભોળા થઈને પૂછયું,

‘થૅન્કસ… કયો લેખ ?’

‘આઇ લવ યૂ….’

‘ઓહ રીયલી…?’ અહીં ફરીથી- હું જેવો છું નહિ, એવા રૉમૅન્ટિક બનીને મારાથી સ્માઇલ સાથે આવું, ‘ઓહ રીયલી’ બોલાઇ ગયું. એમને તો ખોટું લાગ્યું ને શર્માઇને જતા રહ્યા. ‘જાઓ ને… તમે તો બઘું મજાકમાં જ કાઢો છો.. !’ એટલું બોલીને એ તો ઓગળી ગયા, બોલો.

આગળ વાંચવા બુધવારની બપોરે પર ક્લિક કરો.

7 thoughts on “એક સીઘું સાદું ‘આઇ લવ યૂ’

  1. જીવનમાં એવી ભૂલો ન કરશો, જેમાં પૅન્સિલ કરતા રબ્બર વહેલું ઘસાઇ જાય !!!

    ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ભુરીયાઓની જેમ I Love You કહીને ભુલી જવાનું, પકડીને નહી બેઠું રહેવાનું, બરાબરને ??

  2. હું અને કવિતા સવારે ઉઠીને સહુથી પહેલાં એક-બીજાને “જય ઠાકુર” કહીએ. ત્યાર પછી જે પહેલાં “I Love You” કહે તેની વાત આખો દિવસ I Love You સાંભળનારને માનવી પડે.

  3. પટેલોને જીભ કદી સદી નથી. એ લોકો તો પ્રેમો પણ કોડાફાડ લૅન્ગ્વૅજમાં કરે છે. ‘એ ડોબી… એક વાર ‘આઇ લવ યૂ’ કે’છ કે, એક મ્હેલું ભોડામોં…?’…..Good…!

  4. Harry

    આ આઈ લવ યુ એટલે શું?

    ભાઈ આપણે ગુજરાતી છીએ

    ગુજરાતી માં જ કહી દેવાનું ને કે “હું તને પ્રેમ કરું છું”

    By the way, મેં લવ મેરેજ કરેલા છે પણ હજી સુધી ક્યારેય મારી પત્નીને આવું કઈ ગાંડપણ ભરેલું કીધું નથી હો.

    Thanks, તમારા લોકો પાસેથી કૈક નવું શીખવા મળ્યું

Leave a reply to વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.