સુવાક્યો, તેની રમુજી ટીપ્પણીઓ સાથે :)


થોડાક અતી મહત્વના સુવાક્યો , થોડીક રમુજી કોમેન્ટ્સ સાથે, દીલ પે મત લેના યારો….
 
 
 

* “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ…   (બીજું કોઈ આવીને કહી જાયને આપણે ખોટે ખોટે મજામાં એવો જવાબ આપવો….)
* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય…   (કમ સે કમ કોઈ આવીને જોવે તો થોડોક વટ પડે ને ભાઈ…)

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં…   (શું ખબર, કભી કભી ગધા ભી કામ મેં આ જાતા હૈ…)
* આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો…   (હા, પણ ઉઘરાણી વાળા સામે હોય ત્યારે નહી. ત્યારે તો રડતો જ ચહેરો રાખવાનો…)

* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો…   (અને ત્રીજી વખતે ફટાક કરતું ચોંપડી દો…)
* મહેણું ક્યારેય ન મારો…   (ભગવાને હાથ પગ શું કામે આપ્યા છે???)

* એક વિદેશી ભાષા શીખી લેવી સારી…   (કમ સે કમ ચેટીંગ ઉપર તો કામ આવે…)
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય…   (ખોટું એ રડવા બેસે ને તમારો સમય બગડે, એટલે ખોટે ખોટે પણ હીંમત આપવી…)

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં, આ બાબત ખાસ યાદ રાખવી…   (ભાઈ!!! વસુલી કરવા વાળાઓ હાથ પગનો સાચો ઉપયોગ કરી જાણતા હોય છે…)
* રાત્રે જમતી વખતે ટી.વી અવશ્ય બંધ રાખો….   (ખોટું ટી.વી. પર સારું સારું જમવાનું જોઈને જીવ બાળવો…)

* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ…   (કોમેન્ટની કોઈ જરૂર ખરી???)
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું…   (તમને જ લાભ થશે…)

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો… (એમાં ક્યાં કોઈને કંઈ કેવું પડે એવું છે…)  
* કોઇપણ કોર્ટ કેસથી અને પોલીસ કેસથી હજારો જોજન દૂર રહો…   (હા, પણ તમે પાછા વકીલ કે પોલીસવાળા હોય તો ત્યાં જ જવું હોં !!!)

* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો…   (જોયું ?? રવિવારનું કીધું છે !!! ટૂંકમાં આડે દિવસે જે ઓફીસમાં લંબાવતા હોય એ નહી કરવાનું, કંપની ઉપર થોડીક તો દયા ભાવના રાખવાની કે નહી…)
* લોકોને તમારી સમસ્યાઓમાં કોઈ રસ નથી હોતો એટલું યાદ રાખો…   (એટલે જેની ને તેની પાસે રડવા ન બેસી જાવું…)

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો…   (આલ ઈઝ વેલ)
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો…   (ખાસ કરીને જ્યારે હાલની ભારતીય ક્રીકેટ ટીમ સામે રમતા હોય ત્યારે- મિત્રો, શું ક્યો છો?)

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો…   (મા-બાપ હાલનું અને સંતાન ભવિષ્યનું ATM છે, એની સાથે ચેડા નહી કરવાના…)
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો…   (સિવાય કે ફોન બોસનો હોય, ખોટૂં સ્ફુર્તી જોઈને કામે વળગાડે)

* બીજાની સિદ્ધિનો યશ તમે લઇ લેશો નહીં…   (એની સિદ્ધિ અને એનો યશ આપણે શું કરવા મામા બનીને ડબકા મારવાં…)
* દિવસની શરુઆત તમારા મનગમતા સંગીતથી કરશો…   (પછી ઘરના બીજા રેડીયો ચાલુ થાય અને તમને મોકો મળે ન મળે…)

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો…   (અરે, મીલ્કત બીલ્કત નામે કરી જાય તો લ્હેર પડી જાય કે નહી !!!)
* ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો…   (અભિપ્રાયની વાત છે, ટ્રીટમેન્ટની નહી…)

* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ન કરો…   (એ તે કંઈ કેવાની વસ્તુ છે???)
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેઓને ઉષ્માપૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં…   (મગજ બગજ વિફરે ને ખોટૂં ઈન્જર્ડ કરીદે…)

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો…   (એક જ વખત !!!)
* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા…  (ભલે પછી થીગડાં માર્યા હોય…)

* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો…   (પછી… ભાગી જવાનું મારા વ્હાલા…)
* મત તો આપવો જ…   (સચીનજી અને અમીતાભજી કહે છે ભાઈ, એની વાતમાં ના પડાય…)

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો… (ખાલી જમીને જ નહી, ઈશ્વરનો આભાર હંમેશા માનતો જ રહેવો…)
આભાર…

14 thoughts on “સુવાક્યો, તેની રમુજી ટીપ્પણીઓ સાથે :)

    • આભાર વિનયભાઈ,
      લાઈફ’s લિટલ ઈન્સટ્રકશન બુક નામની જ લિટલ છે, બાકી ઈન્સ્ટ્રકશન એક થી એક ચડીયાતી છે. બીજી ચાણક્ય નીતી કહો તો પણ કંઈ ખોટું નહી.

      હા, પણ પાછળની કોમેન્ટ્સ બંદાની પોતાની અને ૧૦૦ % ઓરીજીનલ છે😉
      ખુબ ખુબ આભાર🙂

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s