સિંહ અજગર બને અને અજગર સિંહ બની જાય, તો શું થાય? સિંહને સિંહ રહેવા દેવો પડે અને અજગરને એની રીતે જીવવાનું સુખ આપવું પડે. પણ બને છે એવું કે સિંહ-પ્રકૃતિ ધરાવનારને સતત અજગર બનવાનો સહુ ઉપદેશ આપતા હોય છે અને અજગર-પ્રકૃતિ ધરાવનારને સિંહ બનવાની સતત સલાહો આપવામાં આવે છે.
તમને બે પ્રકારના માણસો મળશે. કેટલાક સિંહ જેવા છે, જે સતત ગતિશીલ છે, અવિરત પ્રવૃત્તિ કરે જાય છે. એમનામાં એક પ્રકારની જીવંતતાનો અનુભવ થાય છે. હવે એમને કહો કે એક મહિનો પલાંઠી વાળીને ઘરમાં કે ગુફામાં બેસી રહો તો આવી પ્રકૃતિ ધરાવનારને માટે અત્યંત મુશ્કેલ છે. આવો પ્રવૃત્તિશીલ માણસ નિવૃત્તિથી કંટાળી જશે અને એને ઘર ખાવા દોડશે ને એનું આયુષ્ય ઓછું થઇ જશે. આથી સિંહને સિંહની જેમ રહેવા દો. જો એમ નહિ કરો તો એ માનસિક તંગદિલીનો અનુભવ કરશે અને આવી સિંહપ્રકૃતિ ધરાવનારી વ્યક્તિને એક જ સ્થળે લાંબો વખત રાખવા જઈએ તો એનામાં હતાશા આવી જશે.
અજગર જેવા શિથિલ, આળસુ અને માંડ માંડ પડખું ફરનારાને ઘણાં સિંહ બનવાનો ઉપદેશ આપે છે, પરંતુ આમાં ભૂલ એ થાય છે કે અજગરની પ્રકૃતિ ધરાવનાર એ સતત નિરાંતમાં જીવતો હોય છે. ઠંડે કોઠે કામ કરતો હોય છે. હવે એને જો તમે દોડાવવા લાગશો, તો એનામાં એક ટેન્શન ઉભું થશે, જે અંતે તેને હાનિકારક બનશે. આથી પ્રકૃતિનો સ્વીકાર કરીને ચાલવું એ જ બહેતર. સિંહ અજગર બને કે અજગર સિંહ બને – તો ઘણી મોટી સમસ્યાઓ સર્જાય.
અહિં તો કોઈ માણસને માણસ પણ રહેવા દે તેમ નથી ત્યાં પ્રાણીઓની ક્યાં વાત કરવી.
ગુજરાત સમાચાર
20-04-2008 ના રોજ આ લેખ ગુજરાત સમાચારની વેબ સાઈટ પર મુકેલ છે જે વિનયભાઈની લિન્ક પરથી ખ્યાલ આવે છે. કદાચ આપે તે વખતે ડાયરીમાં લખ્યો હશે અને અત્યારે ટાઈપ કરીને કદાચ(?) લખ્યો હશે અથવા તો સીધો કોપી-પેસ્ટ કર્યો હશે. ટાઈપ કર્યો હોય તો ટાઈપ કરતાં પહેલાં થોડું લખીને ગૂગલમાં સર્ચ કરવું જોઈએ કે જેથી જે લખાણ પ્રાપ્ય હોય તે ફરી વખત ટાઈપ ન કરવું પડે (આને અજગર વૃત્તિ નહિં પણ માણસની સ્માર્ટનેસ સમજવી) – અને જો કોપી-પેસ્ટ કર્યું હોય તો તેવા સંજોગોમાં લેખની લિન્ક આપવી જોઈએ. ગૂગલમાં શોધ કર્યાં પછી લેખ મળે તો તે કોપી-પેસ્ટ કર્યાં પછી પણ લિન્ક આપવી જોઈએ. લિન્ક આપવાથી ગુજરાત સમાચારને સારું લાગે – લિન્ક આપનારને કશું નુકશાન નથી (સારા સંબધો કેમ વિકસાવવા તેની મફત સલાહ – વણમાંગી સલાહ તો નહીં ગણોને?)
લ્યો, આ તો બહુ સારી વાત કરી.
મેં પણ “સિંહ અજગર બને અને અજગર સિંહ બની જાય,” આટલું જ google માં નાખતા આખો લેખ હાથમાં આવી ગયો.
હવે તો બસ આવી જ રીતે લિંક શોધો અને મુકો.
હાશ, હવે વિનયભાઈ ને લેખ શોધવાની તસ્દી નઈ લેવી પડે.
કેમ બરાબર ને?
બીલકુલ બરાબર 🙂