વેકેશન આ ગયા… ઔર પાર્ટી અભી બાકી હૈ!

લેખક : જય વસાવડા

વાંચવા-જોવા જેવી દસ કૃતિઓના આસ્વાદથી ઉમેરો રજાઓમાં સ્વાદ!

‘વાંચે ગુજરાત’ને અમુક ગરવા ગુજરાતી વેપારીઓએ ‘વેંચે ગુજરાત’માં ફેરવી નાખ્યું છે! ન વેંચાતા, ન વેંચાયેલા, ન વેંચાઈ શકે એવા પુસ્તકો (?)ને જથ્થાબંધ વેંચી નાખવાથી એ વંચાઈ જવાનો તૃપ્ત ઓડકાર મંચસ્થ થઈ જતા મહાનુભવોને તરત જ આવી જતો હોય છે. એટલે સ્તો પબ્લિક વાંચવાની વાતો કરતી કરતી ફિલ્મોની એરકન્ડીશન્ડ ટાઢકમાં બેસી જાય છે. હશે, પણ આપણું તો વાંચવા જેવી બૂક્સ અને જોવા જેવી ફિલ્મ્સનું ચેકલિસ્ટ દર વર્ષની માફક આ વર્ષે પણ તૈયાર છે. બસ, તમે તૈયાર છો ને?

આગળનો લેખ વાંચવા અહી કિલક કરો.

http://www.gujaratsamachar.com/20110424/purti/ravipurti/specto.html

કમાલ કરે છે

 શ્રી સુરેશ દલાલ દ્વારા લખાયેલ એક સુંદર ગીત

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.