સંવેદના


(પ્રસ્તુત વિચાર કોઈ મેગેઝીન કે પેપરમાંથી લગભગ ૨-૩ વર્ષ પહેલાં મારી ડાયરીમાં ઉતારેલા છે. લેખક નું નામ મને ખબર નથી. જો કોઈ ને એવું લાગે કે આ તેમના પોતાના વિચારો છે અને મેં અહી તેમની જાણ બહાર અહી પોસ્ટ તરીકે મુક્યા છે તો તે બદલ હું તેમની ક્ષમા યાચું છું. જો તેઓને અહી પોસ્ટ તરીકે મુકવા સામે કોઈ વાંધો હશે તો અહી થી તરત જ દુર કરી દઈશ.)

સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે.  એ પોતાની સંવેદનાને શબ્દમાં આકાર આપતો હોય છે, પરંતુ એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. જો યોગ્ય માવજત કરે નહિ, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહિ બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યના સુખ-દુઃખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે.

સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતા બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પણ પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદાં જુદાં વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે અથવા તો  એને ચબરાકિયાં અજમાવવા પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુંક્કાઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી. આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહિ, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે.

5 thoughts on “સંવેદના

  1. ટુંકું છતાં સચોટ સંદેશ આપતું લખાણ છે. ક્યાંય કારણ વગરના ખોટાં વધારાના ટપકા નથી કર્યા તેથી શાંતીથી વાંચી શકાય છે. એક આંખે વાંચીએ તો પણ આંખને ટાઢક થાય છે.

  2. પ્રિતી,
    આટલું સરસ અને સચોટ લખવા વાળા લેખક જે કોઈ પણ હશે તે આ વાંચશે તો પણ ચોક્ક્સ આની સામે વાંધો નહી ઉઠાવે કે સામે ચાલીને એ પોતાનું લખેલું છે એવો દાવો પણ નહી કરે.

    આજકાલ આવા વાંધો ઉઠાવવા વાળા સાહિત્યકારો બસ વાંધો ઉઠાવવામાં જ રહી જાય છે, એને બદલે લોકોને કંઈક નવું આપવાની ભાવના (કહો કે સંવેદના) રાખે તો કંઈક સારી કૃતિ રચી શકે.

    ડાયરી “To be Continued…” રાખજો. 🙂

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.