તો તમે લોકોએ નક્કિ જ કરી લીધું છે એમને….
તો પછી મેં બનાવેલા આ વિડીયોને જોઈ જુઓ, બીજું તો અમે પણ શું કહી શકીએ. કરો કંકુના…
http://www.youtube.com/watch?v=IN2Tf7vf-CU
કોઈ પહેલેથી જ આ અજમાવી ચુક્યું હોય અને એમના સફળ અનુભવો કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરશો, જેથી કરીને અન્ય લોકોને પણ આ વાત ઉપર વિશ્વાસ આવી શકે.
તમારે લોકોને એક રહસ્યની વાત જાણવી હોય તો Ctrl + A દબાવી જુઓ.
કોઈને કે’તા નહી પણ, આવું ન કરીને તમે સુખી પણ થઈ શકો છો.
– હિરેન મોઢવાડીયા
હિરેનભાઈ તમે લખેલા વાક્યો બધાં સાચા હોય તો પણ દુખી માણસ શોખથી નથી થતું તમે ઉમરમા નાના લાગો છે એટલે તમને દુખ એક મજાક લાગે છે…પણ જેના પર વીતી હોય એજ જાણે આ વાક્યોની પેલે પાર પણ માણસ પર દુખ પડે છે શારીરીક આર્થીક માનસીક,,વ્હાલાઓનું મૃત્યુ..અને ઘણું…મે તો ઘણું જોયું છે નાની ઉમરે અને હવે મોટી ઉમરે પણ… ક્યારેય કોઇ દુખીની આહ ના લેવી કે મજાક ના ઉડાડવી એ મારી માન્યતા છે બે મીઠાં બોલ બોલવા પણ..મજાક તો ક્યારેય નહી..આ પોસ્ટ તમે ફન માટે મૂકી છે એ મને ખબર છે એટલે આ પોસ્ટ માટે નથી કહેતી..સામાન્ય જીવનની વાત કરું છુ..મારી વાતથી દુખ ઃ) લાગ્યુ હોય તો માફી માંગી લૌ..
સપના
સપનાબેન,
મારી પોસ્ટ માટે માફી માંગુ છું, પણ એક મહાન વ્યક્તિએ કીધેલું કે કોઈ
વસ્તુ તમે બે રીતે સમજાવી શકો, એક તો સીધી રીતે અને બીજી આડકતરી રીતે.
મેં બસ આ બીજી રીતનો ઉપયોગ કર્યો છે. મારો હેતુ કોઈની મજાક ઉડાડવાનો ન
હતો.
તમે જે શારીરીક, આર્થીક અને માનસિક દુઃખની વાત કરો છો તેમાં ઊંડા ઉતરશો
તો ખબર પડશે કે તેમાં પણ ભુલ ક્યાંકને ક્યાંક આપણી જ હશે.
અને વ્હાલાઓના મૃત્યુ જેવી કુદરતી ઘટનાઓ ખરેખર દુઃખ નહી પણ એક કુદરતી
ક્રમ છે, ભગવાન પાસે તમે તે દુઃખને સહન કરવાની શકિત માંગી શકો પણ રોકી ન
શકો.
એક વાક્ય છે કે, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું જ છે. તો આપણે
મેં જણાવી તેવી કેટલીક વાતો યાદ રાખીએ તો આપણું દુઃખ ઓછું થાય કે ન થાય
કમ સે કમ આપણી આજુબાજુ વાળા લોકો તો સુખી થઈ જ શકે.
Sister, Once Again Sorry !!!
અને બે મીઠાં બોલ – ALL IS WELL. હિંમત ક્યારેય ન હારવી.
– હિરેન 🙂
કોઈ પણ વાત અજમાવ્યા વગર એટલે કે ચકાસ્યા વગર માનવી શું કામ જોઈએ? એ તો બીકણ સસલી જેવું થાય. આને અજમાવી જોઈશું અને જોઈએ કે શું થાય છે.