દુ:ખી થવા માટે આને અજમાવી જુઓ – Shortcut to Hell…

તો તમે લોકોએ નક્કિ જ કરી લીધું છે એમને….

તો પછી મેં બનાવેલા આ વિડીયોને જોઈ જુઓ, બીજું તો અમે પણ શું કહી શકીએ. કરો કંકુના…

http://www.youtube.com/watch?v=IN2Tf7vf-CU

કોઈ પહેલેથી જ આ અજમાવી ચુક્યું હોય અને એમના સફળ અનુભવો કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરશો, જેથી કરીને અન્ય લોકોને પણ આ વાત ઉપર વિશ્વાસ આવી શકે.

તમારે લોકોને એક રહસ્યની વાત જાણવી હોય તો Ctrl + A દબાવી જુઓ.

કોઈને કે’તા નહી પણ, આવું ન કરીને તમે સુખી પણ થઈ શકો છો.

– હિરેન મોઢવાડીયા

સંવેદના

(પ્રસ્તુત વિચાર કોઈ મેગેઝીન કે પેપરમાંથી લગભગ ૨-૩ વર્ષ પહેલાં મારી ડાયરીમાં ઉતારેલા છે. લેખક નું નામ મને ખબર નથી. જો કોઈ ને એવું લાગે કે આ તેમના પોતાના વિચારો છે અને મેં અહી તેમની જાણ બહાર અહી પોસ્ટ તરીકે મુક્યા છે તો તે બદલ હું તેમની ક્ષમા યાચું છું. જો તેઓને અહી પોસ્ટ તરીકે મુકવા સામે કોઈ વાંધો હશે તો અહી થી તરત જ દુર કરી દઈશ.)

સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે.  એ પોતાની સંવેદનાને શબ્દમાં આકાર આપતો હોય છે, પરંતુ એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. જો યોગ્ય માવજત કરે નહિ, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહિ બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યના સુખ-દુઃખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે.

સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતા બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પણ પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદાં જુદાં વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે અથવા તો  એને ચબરાકિયાં અજમાવવા પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુંક્કાઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી. આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહિ, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે.