ભોમિયા વિના મારે ભમવા ’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ઉમાશંકર જોષીની આ સુંદર રચના છે.
ભોમિયા વિના અઘરું તો પડે – પણ ખોવાવું ને જડવું, ભુલાં પદવું ને ફરી પાછી પગદંડી કે કેડિ મળે
આ બધો આનંદ ભોમિયા સહિત ફરવામાં નથી એટલે નથી જ.
જાતે જ ખોવાઈ ને જાતે જ કઈ શોધવાની મજા કંઈક ઓર જ છે.
ઉમાશંકર જોશી સાહેબ ,
ની અદભુત રચના માટે તો કઈ કહેવાનું જ ના હોય,
જોવી હતી મારે માનવી ના મન ની એ કન્દરા,
ને દર્દીલા અદ્રશ્ય આંસુ ને મારે લુછવા હતા ,
ભોમિયા વિના મારે ભમવા છે ડુંગરા,
ને માનવી ના મન ની રઝળપાટ જોવી હતી ,
સીમા દવે